બોટાદ શહેરના ઢાંકણીયા રોડ પર આવેલી ‘મહાશક્તિ ડેરી સેન્ટર’ ખાતે લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ દરોડો પાડીને ભેળસેળયુક્ત દૂધ અને શંકાસ્પદ પાવડર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ૨ શખ્સોને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીઓ અસલી દૂધમાંથી મશીન દ્વારા ફેટ (ક્રીમ) કાઢી લેતા હતા અને દૂધનો જથ્થો વધારવા માટે તેમાં પાણી અને શંકાસ્પદ ‘ડેરી પરમીએટ પાવડર’ ભેળવીને આગળ વેચતા હતા.


































































































































































































































