સરકાર આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. હાલમાં કર્મચારીઓને તેમના મૂળ પગાર પર 60% મોંઘવારી ભથ્થુ મળે છે. પરંતુ 4%ના વધારા બાદ કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું વધીને 64% થઈ જશે. સામાન્ય રીતે, સરકાર જુલાઈથી લાગુ થનારા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં કરે છે. એવી સંભાવના છે કે કેબિનેટની મંજૂરી બાદ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.