જ્યાં તેઓ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રવાસની શરૂઆતમાં તેઓ રૂપાલ ખાતે પ્રખ્યાત વરદાયિની માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવશે તેમજ શિવજીની પ્રતિમાના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ, તેઓ માણસાના બહુચરજી માતા મંદિરે આરતી કરશે અને વાવોલ ખાતે યોજાનાર રાત્રિભોજન કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રવાસના અંતિમ ચરણમાં તેઓ કોલવડા ખાતે નવરાત્રિ ગરબા કાર્યક્રમમાં હાજરી આપી નાગરિકો સાથે ઉત્સાહમાં જોડાશે.
































































































































































































































































