સોમાલિયા નજીક સમુદ્રી લૂંટારુઓએ હથિયારોથી ભરેલા કાર્ગો જહાજને હાઇજેક કરી લીધું હોવાની માહિતી સામે આવી છે. જહાજમાં સવાર 6 ભારતીય નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે દરિયાઈ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ તપાસ અને બચાવ કામગીરી માટે સક્રિય બની છે.