મહેસાણા ફૂડ વિભાગે હોટલ-રેસ્ટોરન્ટ બાદ હવે સિનેમા ઘરોમાં પણ તપાસ શરૂ કરી છે. ફૂડ વિભાગે વાઈડ એંગલ સિનેમામાં તપાસ હાથ ધરતા પોપકોર્નમાં જીવાત મળી આવી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, પોપકોર્નમાં બટરની જગ્યાએ ફેટ સ્પ્રેડનો ઉપયોગ થતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. મામલે ફૂડ વિભાગે સિનેમા સંચાલકોને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી છે. જરૂર જણાશે તો ફૂડ સેમ્પલ લઈ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી શકે છે.


































































































































































































































