ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં હવામાનમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. શિયાળાની ગુલાબી ઠંડી અને ઉનાળાની શરૂઆત વચ્ચે મેઘરાજાએ પધરામણી કરતાં રાજ્યભરમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે મંગળવારે (૨૪ ફેબ્રુઆરી) પણ રાજ્યના છ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી ‘યલો ઍલર્ટ’ જાહેર કર્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી.


































































































































