ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ (PSI) ની ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના હજારો ઉમેદવારો જે પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે હવે પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, આ ભરતી માટેની પરીક્ષા ગત વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં યોજવામાં આવી હતી. લાંબી પ્રક્રિયા અને વિવિધ કસોટીઓ બાદ આજે આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.