ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતર સાથે પામોલીન તેલ, સોયાબીન તેલ, કોસ્ટીક સોડા અને દૂધ પાવડરનો કરાતો ઉપયોગ. સ્વાસ્થ્યને હાનિકારક દૂધ તૈયાર કરીને પેકિંગ બજારમાં વેચવામાં આવતા હતા. પોલીસે દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કરી કાર્યવાહી. મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ દરોડો પડતા ભૂગર્ભમાં ઉતરી ગયો. એલસીબીએ દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.











































































