ગારીયાધારના વેપારી સામે સાવરકુંડલાના વંડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે ગુનાના કામે હેડ કોન્સ્ટેબલે મોબાઈલ અને કાર કબજે ન લઈ અને માર ન મારવા પેટે 1.25 લાખની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે 51 હજાર આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ તેઓ લાંચ આપવા ન માંગતા હોય જેથી તેના મિત્ર મારફતે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરીયાદ આપતા વંડા પોલીસ મથક બહાર છટકુ ગોઠવાયુ હતું. જેમાં એક પ્રજાજન અને હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લઈ અન્ય હેડ કોન્સ્ટેબલને વંડા પોલીસ મથકથી ઝડપી લીધો હતો.