રાજકોટમાં યુદ્ધની અસર હવે પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર જોવા મળી રહી છે, જેના કારણે શહેર અને જિલ્લામાં કેટલાક પેટ્રોલ પંપ બંધ કરવાની નોબત આવી છે. પુરતો સપ્લાય ન મળતા ડીલરો મુશ્કેલીમાં મુકાયા છે અને સ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશને તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠક Indian Oil Corporation (IOC)ની ઓફિસ ખાતે સાડા દસ વાગ્યે યોજાશે, જેમાં પેટ્રોલની અછત અને સપ્લાયને નિયમિત કરવા માટે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. હાલ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.













































































































