દેશની આર્થિક રાજધાની મુંબઈને હચમચાવવાનું આતંકી ષડયંત્ર સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મહારાષ્ટ્ર ATS એ એક સંયુક્ત અને ગુપ્ત ઓપરેશન હાથ ધરીને મુંબઈના કુર્લા અને ખડાવલી વિસ્તારમાંથી મોસબ અહેમદ (ઉર્ફે કલામ) અને મોહમ્મદ હમાદ નામના બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે.

તપાસમાં બહાર આવેલી વિગતો અત્યંત ચોંકાવનારી છે. આ બંને શખ્સો ઇસ્લામિક સ્ટેટ (IS) ની વિચારધારાથી પ્રભાવિત હતા અને નિર્દોષ લોકો પર હુમલો કરવા માટે રિમોટ કંટ્રોલથી ચાલતી ‘ટોય કાર બોમ્બ’ (રમકડાની કારમાં વિસ્ફોટકો) તૈયાર કરી રહ્યા હતા.