ચોક્કસ બાતમીના આધારે, કોસ્ટ ગાર્ડની ટીમોએ દરિયાઈ અને હવાઈ સર્વેક્ષણનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને 25 સપ્ટેમ્બરના રોજ એક શંકાસ્પદ ઈરાની બોટનો પીછો કરીને તેને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.આ ઓપરેશનમાં અંદાજે 526 કિલોગ્રામ હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 3 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.