ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી આજે દિલ્લીના પ્રવાસે છે, જ્યાં ભાજપ સંગઠન દ્વારા ત્રણ મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાનારા ‘મોદી@25’ કાર્યક્રમની તૈયારીઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. હર્ષ સંઘવીને આ કાર્યક્રમની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. બેઠકોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ હાજર રહેશે. આગામી કાર્યક્રમોની રૂપરેખા અને રણનીતિને લઈને દિવસભર બેઠકમાં મંથન કરવામાં આવશે.






















































































































































































































































