અમદાવાદ એરપોર્ટ પરથી ગોલ્ડ સ્મગલિંગનો વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુબઈથી એર અરેબિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા ઉત્તર પ્રદેશના એક મુસાફરે પોતાના પેટમાં સોનાની કેપ્સૂલ છુપાવી લાવ્યાનું કબૂલ્યું છે. કસ્ટમ્સ વિભાગે અંદાજે 5 લાખ રૂપિયાથી વધુ કિંમતનું સોનું જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.























































































































































